[porbandar] - જલારામ જયંતીની રજા જાહેર કરવા CMને રજૂઆત

  |   Porbandarnews

પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઈ મશરૂએ મુખ્યમંત્રીને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે સંત જલારામની જન્મજયંતી પ્રસંગે જાહેર રજા તરીકે જાહેરાત કરવી આવશ્યક છે. ગામેગામ જલારામજયંતીની આનંદ ઉત્સાહભેર ઉજવણી થાય છે. દુનિયાનું પહેલું એવું ધામ જલારામબાપાનું વિરપુર જ એવું છે કે જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર લોકો સમુહ પ્રસાદી ગ્રહણ કરી શકે અને અહીં કોઈપણ પ્રકારના ફંડફાળા લેવાતા નથી. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બહોળા પ્રમાણમાં રઘુવંશી સમાજ રાજકીય, સામાજીક તેમજ સંગઠનની દ્રષ્ટિએ મોટી તાકાત ધરાવે છે ત્યારે પોરબંદર રઘુવંશી સમાજની માંગણી છે કે વર્ષોથી ગામેગામથી જલારામ જયંતિની જાહેર રજા જાહેર કરવા માંગ કરવામાં આવે છે. પરંતુ આજ દિવસ સુધી સરકારે માંગ સ્વીકારી નથી જેથી જલારામ જયંતીની જાહેર રજા તરીકે જાહેરાત કરવામાં આવે તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mpI-PgAA

📲 Get Porbandar News on Whatsapp 💬