[porbandar] - પોરબંદર તાલુકામાં 20 કરોડથી વધુના ખર્ચે માર્ગોને ડામરથી મઢવામાં આવશે

  |   Porbandarnews

પોરબંદર તાલુકાના ગ્રામીણ પંથકમાં રસ્તાઓના નવિનીકરણ માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ રજૂઆત કરી હોવાથી નાયબ મુખ્યમંત્રીએ 20 લાખના ખર્ચે રસ્તાઓના કામને મંજુરી આપી છે. પોરબંદર તાલુકાના ગ્રામીણ પંથકમાં જતા અનેક રસ્તાઓ છેલ્લા ઘણાં લાંબા સમયથી બિસ્માર બન્યા હતા. રસ્તાઓ બિસ્માર બન્યા હોવાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. ગ્રામીણ પંથકમાં વસવાટ કરતા સ્થાનિકો અને અગ્રણીઓની રસ્તાઓના નવિનીકરણ માટે માંગ ઉઠી હતી. સ્થાનિક આગેવાનોએ માંગને ધ્યાને લઈ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી હતી. રસ્તાઓના નવિનીકરણ માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પ્રયાસોથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજુરી આપી છે. 20.14 કરોડના ખર્ચે 24 જેટલા રસ્તાઓને મંજુરી આપવામાં આવી છે. જેથી આગામી સમયમાં આ રસ્તાઓનું કામ શરૂ થશે અને બિસ્માર બનેલા માર્ગો ડામરથી મઢાશે જેથી ગ્રામીણ પંથકમાં વસવાટ કરતા લોકોને પણ રસ્તાઓની સારી સુવિધાનો લાભ મળશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GHeynQAA

📲 Get Porbandar News on Whatsapp 💬