[rajkot] - ગોંડલ રઘુવંશી સમાજે જલારામ જયંતીએ રજા જાહેર કરવા કલેક્ટરને પાઠવ્યું આવેદન

  |   Rajkotnews

ગોંડલ: ગોંડલ રઘુવંશી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીએ જાહેર રજા રાખવાની માગણી કરી છે. ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઈ સોનપાલ, રમેશભાઈ કારીયા, મધુસુદનભાઈ તન્ના સહિતનાઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવેલ કે, વીરપુરમાં વસેલ પુજ્ય જલારામ બાપા વિશ્વમાં ખૂણે ખૂણે વસતા રઘુવંશી લોહાણા સમાજના લોકો માટે આસ્થા સાથે શ્રદ્ધા ભક્તિનું કેન્દ્ર સમાન છે.

જલારામ બાપા માત્ર રઘુવંશીઓ પૂરતા જ નહીં પરંતુ તમામ હિન્દુ સમાજના લોકો માટે આસ્થા સમાન છે

પુજ્ય જલારામ બાપા માત્ર રઘુવંશીઓ પૂરતા જ નહીં પરંતુ તમામ હિન્દુ સમાજના લોકો માટે આસ્થા સમાન છે. વિશ્વમાં એકમાત્ર એવું વિરપુરમાં આવેલ જલારામ મંદિર છે કે જ્યાં છેલ્લા બે દાયકાથી એક પણ રૂપિયાનું દાન લેવાતું ન હોવા છતાં દરરોજ લાખોની સંખ્યામાં ભાવિકોને પ્રસાદીરૂપે બે ટાઈમ ભોજન કરાવે છે. આ ધામમાં આજે પણ રઘુવંશી સહિત તમામ હિન્દુ સમાજના લોકો આવી એક જ પંગત પર સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે. આ ઉપરાંત રઘુવંશીઓનો મોટો વર્ગ વિશ્વમાં અનાજ કઠોળ, બિલ્ડર, એજન્સી, ટ્રેડિંગ સહિતના વેપાર સાથે સંકળાયેલો હોવા છતાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીના દિવસે રઘુવંશીઓ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી આસ્થાભેર ઉજવણીમાં સામેલ થતો હોવાથી આ દિવસે અનેક બજારોમાં બંધ જેવો માહોલ જોવા મળે છે. ત્યારે ઉપરોક્ત બાબતને ધ્યાને લઇ આગામી 14 નવેમ્બરે આવતા જલારામ બાપાની જયંતી નિમિત્તે જાહેર રજા કરવામાં આવે તેવી માગણી છે....

ફોટો - http://v.duta.us/E28bagAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/se6MIQAA

📲 Get Rajkot News on Whatsapp 💬