[surat] - આજે પાલ જૈન સંઘમાં પંચમ પીઠિકા સાધનાનાં પારણાં કરાશે

  |   Suratnews

પાલ જૈન સંઘના ઓમકારસૂરિ આરાધના ભવનમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રથમ આચાર્ય શિષ્ય દર્શનયશસૂરિ મહારાજ આજે પંચમ પીઠીકા સાધનાના પારણાં કરશે. 84 દિવસની કપરી સાધના પૂર્ણ કરી ગુરૂ મહારાજના આર્શિવાદ સાથે સકળ સંઘને દર્શન આપશે. આ પ્રસંગે સૂરિમંત્ર વધામણાંનો કાર્યક્રમ યોજાશે.

શહેરના પાલ જૈન સંઘમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજ બિરાજમાન છે. આ પ્રસંગે તેમના દ્વારા શરૂ કરાવાયેલી આરાધનાઓમાં સૂરિમંત્ર પીઠીકાની આરાધનાના પારણાંના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ આરાધનાનો પ્રારંભ ગુરૂ મહારાજના શિષ્ય અને પ્રથમ આચાર્ય દર્શનયશસૂરિ મહારાજે 84 દિવસ પહેલા શરૂ કરી હતી. આ આરાધનામાં મંત્ર, જપ અને તપ ત્રણે સાધના એકસાથે કરવાની હોવાથી કપરી મનાય છે. આથી તેમના સૂરિમંત્રની પંચમ પીઠીકા આરાધનાના વધામણાં માટે સવારે 6 કલાકે સમગ્ર દેશના જૈનો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વંદન અને પ્રવચનના કાર્યક્રમો યોજાશે. શહેરમાં બિરાજમાન ગુરૂ ભગવંતો પણ આચાર્ય દર્શનયશસૂરિ મહારાજને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. સમારોહમાં ગુરૂપૂજન કરી સંગીતના સથવારે સૂરિમંત્રના વધામણાં કરાશે. આ સાથે શહેરમાં પાલ સંઘમાં થયેલા શ્રેણીતપ પારણાં અને ઉછામણીનો કાર્યક્રમનું રવિવારે સવારે 9.27 કલાકે આયોજન કરાયું છે. આ ઉપરાંત પદવીદાન, પ્રવજ્યા અને પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/i0HkLQAA

📲 Get Surat News on Whatsapp 💬