[surat] - સુરતમાં કેશ લોડ કરનારાઓએ જ કરી ATMમાંથી 4.36 કરોડનું ઉચાપત, ત્રણ વર્ષથી ATM કોડથી ઉઠાવતા હતા રૂપિયા

  |   Suratnews

બેંક ઓફ ઇન્ડિયા સાથએ કરોડોની ઠગાઈ

સુરતઃ બેંકોમાંથી નાણા લઈ એટીએમમાં કેશ લોડ કરવાનાં કામકાજ સાથે સંકળાયેલી મુંબઈની રાઈટર સેફગાર્ડ પ્રા. લી. કંપની સાથે કરોડોની ઠગાઈ કરતા કંપનીનાં જ ચાર ઠગ કર્મચારીઓ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. એટીએમમાં કેશ લોડ કરી કંપનીમાં રિપોર્ટ આપ્યા બાદ થોડા સમયનાં અંતરે એટીએમનાં કોડનો ઉપયોગ કરી ચારેય કર્મચારીઓએ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં 4.36 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. કંપનીનાં ઓડિટ રિપોર્ટમાં ડિફરન્સ આવતા તપાસ કરતાં કર્મચારીઓની ઉચાપતનું ભોપાળુ સામે આવ્યું હતું.

એટીએમ કોડનો ઉપયોગ કરી કેશ લોડ કરતા હતા

જાણવા મળતી વિગત મુજબ, મુંબઈની રાઈટર સેફગાર્ડ પ્રા. લિ. કંપની એટીએમમાં કેશ લોડની કામગીરી કરે છે. જેમાં સુરત એરિયામાં લોકેશન ઈન્ચાર્જ બિપિન નટવરલાલ સુરતી (રહે. હાર્દિકપાર્ક સોસાયટી, હનીપાર્ક રોડ, ન્યુ રાંદેર રોડ), વોલ્ટ ઓફિસર સુનીલ મણીલાલ ખેરકર (રહે. શ્રીરંગ સોસાયટી, પાલનપુર પાટિયા), વોલ્ટ ઓફિસર કિરણ રવજી પરમાર (રહે. વિજય નગર-2, પ્રાણનાથ હોસ્પિટલ પાસે, વેડ રોડ) અને એટીએમ ઓપરેટર જીગ્નેશ નટવર પટેલ (રહે. બરબોધન ગામ, ઓલપાડ) કંપનીમાં નોકરી કરે છે. કંપનીની સિસ્ટમ મુજબ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે કરાર મુજબ બેન્કમાંથી નાણા લઈ એટીએમમાં કેશ લોડ કરવામા આવે છે. બેંકનાં એટીએમ મશીનમાં કેશ લોડ કરવા માટે એટીએમ કોડ GBA****નો ઉપયોગ કરવામાં આવતો હતો....

ફોટો - http://v.duta.us/r40ZewAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Swub0QAA

📲 Get Surat News on Whatsapp 💬