[vadodara] - એકતા રથયાત્રામાં આજે મુખ્યમંત્રી છાણી આવશે

  |   Vadodaranews

એકતા યાત્રાને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આખરે વડોદરામાં છાણીથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સુધીના ઇલેકશન વોર્ડ નંબર 2ના વિસ્તારમાં મુખ્યમંત્રીને આવવાની ફરજ પડી છે. મુખ્યમંંત્રી વિજય રૂપાણી શુક્રવારે સવારે છાણીમાં જનમેદનીને સંબોધન પણ કરશે.

શહેરમાં એકતા યાત્રાના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપતા મેયર ડો.જિગીષા શેઠે જણાવ્યું હતું કે,રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.26મીએ વડોદરાની એકતાયાત્રાને પ્રસ્થાન કરાવશે અને તેમાં જોડાશે. આ એકતાયાત્રામાં 1 હજાર બાઇક્સ, 30થી વધુ ટેમ્પા સહિતનાં વાહનોનો કાફલો જોડાશે અને મુખ્યમંત્રી સવારે 9 વાગે છાણી ગામે સરદાર ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાની સાથોસાથ રથયાત્રાને આવકારશે અને જનસભાનું અભિવાદન કરશે.

સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે એકતાયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રામાકાકા ડેરી, ઉપાસના સોસાયટી,છાણી જકાતનાકા, એકતાનગર, શિવમ સોસાયટી, કૈલાશપતિ મહાદેવ મંદિર ચાર રસ્તા, જાદવપાર્ક ચાર રસ્તા, અવંતિનગર ચાર રસ્તા, અંબે માતા મંદિર, ચાણકયપુરી ચાર રસ્તા અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેકસ ખાતે અભિવાદન કરાશે. જેમાં વિવિધ સંસ્થા અને સમાજ તરફથી મુખ્યમંત્રીનું અભિવાદન કરાશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/j9trfwAA

📲 Get Vadodara News on Whatsapp 💬