[valsad] - વલસાડ અટકપારડીના ડબલ મર્ડર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  |   Valsadnews

વલસાડના અટકપારડી ગામનું દંપતિ 22 જૂલાઇ 2018ના રોજ તિથલ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરીને મોડી સાંજે પરત થતા ચાર ઇસમોએ તેમને મોતને ઘાટ ઉતારી દઇ ભાગી છૂટ્યા હતા.જેમાં મોટા ભાઇ અને ભાભીની હત્યામાં સંડોવાયેલા તેમના નાના ભાઇ સહિત 3 આરોપી ઝડપાયા હતા,જ્યારે વોન્ટેડ રહેલો આરોપી વલસાડ પોલીસના હાથે 3 માસ બાદ ઝડપાઇ ગયો છે.

આ કેસની વિગત એવી છે કે, 22 જૂલાઇના રોજ અટકપારડીના એઠલા ફળિયામાં રહેતા બાબુભાઇ ખંડુભાઇ પટેલના પૂત્ર કિરણભાઇ પટેલ તથા તેમની પત્ની જાગૃતિબેન પટેલ તિથલ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી ઘરે પરત આવતા ગેટ આગળ કોઇ ઇસમોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યા હતા.જે પૈકી ત્રણ આરોપી પકડાઇ ગયા હતા.જ્યારે શકીલ ગુલામ ખાન રહે.દહાણું,મૂળ રહે.ઘીસૌના બજાર,પઠાન પુરવા તા.કેસરગંજ,યુપીનો ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર કરાયો હતો.આ હત્યા નાના પૂત્ર સતિષ અને મોટાભાઇ કિરણ વચ્ચે મિલકતના ઝગડામાં થઇ હતી.જેમાં સતિષની સંડોવણી થતાં તેની પણ ધરપકડ કરાઇ હતી.જ્યારે વોન્ટેડ આરોપીને સિટી પીઆઇ આર.ડી.મકવાણા, હે.કો.ક્રિપાલસિંહ,રાજકુમાર કરુણાશંકર, મહેશ ગોદડ અને યોગેશ કાંતિલાલે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-84MhgAA

📲 Get Valsad News on Whatsapp 💬