[ahmedabad] - પેટા ચૂંટણી: જસદણ તો 1962થી કોંગ્રેસનો ગઢ છે બાવળિયા ભાજપમાંથી જીતશે?

  |   Ahmedabadnews
  • 23 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપે માત્ર એકવાર જસદણની ચૂંટણી જીતી

  • 1962થી 2017 સુધીમાં યોજાયેલી વિધાનસભાની 14 ચૂંટણીઓમાં કોંગ્રેસ 9 વાર જીતી છે

અમદાવાદઃ આગામી 20 ડિસેમ્બરના રોજ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 1962થી લઈ 2017 સુધીમાં યોજાયેલી વિધાનસભાની 14 ચૂંટણીઓમાં કોંગ્રેસ 9વાર જીત મેળવી ચૂકી છે. માત્ર એક જ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આમ કહી શકાય કે જસદણ વિધાનસભા ભાજપ વિરોધી પક્ષ માટે મજબૂત બેઠક છે. તેથી આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા માટે જસદણ વિધાનસભા ચૂંટણી કપરા ચઢાણ સમાન છે.

ભાજપનો માત્ર પેટા ચૂંટણીમાં જ વિજય

1962થી 2017 સુધીની વિધાનસભા ચૂંટણીઓમાં અનેક રાજકીય ઉથલ-પાથલો થઈ હતી. પરંતુ જસદણ બેઠક પર કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષો જ જીતતા આવ્યા છે. ખાસ કરીને 1995 બાદની ચૂંટણીમાં માત્ર 2009ની જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાના બદલે તેમની પુત્રીને ટીકીટ આપવામાં આવતા ભાજપના ડૉ.ભરત બોઘરાનો વિજય થયો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2BK8oAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬