[ahmedabad] - સસ્તા દારૂમાં ભેળસેળ કરી સ્કોચની બોટલમાં ભરીને વેચતા 2 પકડાયા

  |   Ahmedabadnews

‌વાડજના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં પોલીસે રેડ પાડી દારૂમાં ભેળસેળ કરી સ્કોચની બોટલોમાં ભરી વેચતા બે આરોપીની ધરપકડ કરી છે. ખાલી-ભરેલી દારૂની 141 બોટલો, ભારતીય બનાવટનો 20 લિટર વિદેશી દારૂ, સ્કોચના બૂચ અને સ્ટિકર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવા વાડજ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો વિકી ઉર્ફે ખલી નાવાણી તથા મનદીપ ભાવસારની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ કુબેરનગરના બુટલેગર પ્રદીપ રામચંદાણી પાસેથી ગોવાનો ચાલુ દારૂ મેળવી તેમાં પાણી અને ઠંડા પીણાની ભેળસેળ કરી સ્કોચની બોટલમાં ભરી સ્ટિકર મારી વેચતા હતા. આ અંગે પીએસઆઈ પરમારે જણાવ્યું હતુ કે, આરોપી એક મહિનાથી ભેળસેળ કરી રૂ.300માં પડતી બોટલ રૂ. 5 હજાર સુધીના ભાવે વેચતા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OfijjQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬