[amreli] - અમરેલી સિવીલ હોસ્પિટલની પાસે આવેલી મુતરડી જાણે દારૂડીયાઓનો અડ્ડો

  |   Amrelinews

અમરેલી સિવીલ હોસ્પિટલની પાસે આવેલી મુતરડી જાણે દારૂડીયાઓનો અડ્ડો બની હોય તેમ મુતરડીમાં રાત -દિવસ દારૂડીયા જ નજરે ચડે છે. અહીંયા રાત્રીના હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને દારૂડીયાઓ પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ પણ સામે આવી રહી છે. ત્યારે પાલિકા તંત્ર આ મુતરડીને હટાવે તેવી આ વિસ્તારમાંથી લોક માંગ ઉઠી છે. ત્યારે પાલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શુ પોલીસ રાત્રીના વહેલી દુકાનો બંધ કરાવી સંતોષ માની રહી છે કે શહેરમાં મોડી રાત્રે પેટ્રોલીંગ જરૂરી બન્યું છે.

શહેરમાં આવેલી હોસ્પિટલની દિવાલ પાસે અમરેલી નગરપાલિકાએ મુતરડી બનાવેલી છે. આ મુતરડીની યોગ્ય સફાઈ તો થતી નથી. પણ હાલતો આ મુતરડી શહેરના દારૂડીયાઓનું આશર્ય સ્થાન બની ગય છે. અહી દિવસ - રાત માત્ર દારૂડીયાઓ દારૂનો નશો કરવા આવી રહ્યા છે. શહેરના દારૂડીયાઓને કોઈની રોકટોક વગર બેખોફ દારૂ જાહેરમાં દારૂ ધીસી રહ્યા છે. ત્યારે અહી આવતા દર્દીઓ પણ રાત્રી દરમિયાન હોસ્પિટલમાંથી પસાર થતા ડરી રહ્યા છે. પાલિકા તંત્ર વહેલી તકે હોસ્પિટલ પાસેથી આ મુતરડીને હટાવે તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે એક સવાલ શહેરની પોલીસ ઉપર પણ થઈ રહ્યો છે કે શું શહેરની પોલીસ દારૂડીયાઓને મોકળુ મેદાન આપી રહી છે.? ત્યારે પોલીસ પણ શહેરમાં દારૂ બંધ કરાવે અને રાત્રી દરમિયાન પેટ્રોલીંગ વધારે તેવી લોક માંગ ઉઠી છે. તસ્વીર- જયેશ લીંબાણી

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VyYZnAEA

📲 Get Amreli News on Whatsapp 💬