[amreli] - વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામે કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી

  |   Amrelinews

વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામે કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે પોલીસ અહી ત્રાટકી હતી. પોલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે 5710ની મતા કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જુગારનો આ દરોડો વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામે પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા શૈલેષ રવજીભાઇ સોલીયા, સંદિપ ભુપતભાઇ કોળીયા, અંકિત રામજીભાઇ સોલીયા, જીજ્ઞેશ જયેશભાઇ આગોજા, હાર્દિક રમેશભાઇ વટુકીયા, સલીમ હાસમભાઇ બેલીમ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 5710ની મતા કબજે લીધી હતી. હેડ કોન્સ્ટેબલ એ.એમ.કાછેલા તપાસ ચલાવી રહ્યાં છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a_MixwAA

📲 Get Amreli News on Whatsapp 💬