[anand] - આજે શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગિસ કુરિયનના જન્મદિનને ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવાય છે

  |   Anandnews

આજે 26મી નવેમ્બર શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગિસ કુરિયનના જન્મદિવસ જે સમગ્ર દેશમાં ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે પશુપાલકો તારણહાર મહામાનવને મહામુલી ભાવજંલી અર્પે છે. આ દિવસે આણંદ અમુલ ડેરી, જીસીએમએફ, ઇરમા, અેનડીડીબી સહિતની સંસ્થા દ્વારા તેઓને ભાવાજંલી અપર્ણ કરવા માટે વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તેમના 97માં જન્મદિને ભૂજના લાખોદથી તેમના જીવનના સંદેશા સાથે નીકળેલી બાઇક રેલી 1450 કિ.મીનું અંતર કાપી આણંદ પહોંચશે. બીજીબાજુ જમ્મુથી નીકળેલી રેલી પણ પહોંચશે જનું ઉત્સાહભેર સ્વાગત કરાશે.

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીશકુરિયનમાં રહેલી દીર્ઘ દ્વષ્ટી પારખી ગયેલા અમુલ ડેરીના સ્થાપક ત્રિભુવન દાસ પટેલે ડો. કુરિયનને ઢંઢોળ્યા હતાં. તેના કારણે આજે અમુલ વિશ્વ ફલક પર નામાના મેળવી રહી છે. ડૉ. કુરિયન વિશ્વના સૌથી મોટા ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામના આર્કિટેક્ટ તરીકેનો યશ આપવામાં આવે છે. ડોક્ટર કુરિયને આપેલા સહકારી ડેરી વિકાસના આણંદ મોડલને લીધે ભારતમાં શ્વેતક્રાંતિ સર્જાઈ હતી. ભારત સરકારના ડેપ્યુટેશન પર ડોક્ટર કુરિયન 13 મે 1949ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા, અને તેને સફળ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6tUrrAAA

📲 Get Anand News on Whatsapp 💬