[anand] - આણંદની બોરસદ ચોકડી પાસે જાહેર શૌચાલય બનાવવા માગ

  |   Anandnews

આણંદ શહેરના જાહેર માર્ગો પર જાહેર શૌચાલયનો અભાવ જોવા મળે છે. શહેરની બોરસદચોકડી પર દૈનિક બહારથી આવતા લોકોની અવરજવર વધુ રહે છે. પરંતુ આ વિસ્તારમાં એક પણજાહેર શૌચાલય ન હોવાથી લોકોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આણંદ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મળ દેશની વાતો કરવામાં આવે છે. પરંતુ શહેરની બોરસદ ચોકડી સર્કલ પાસે એક પણ જાહેર સુલભ શૌચાલય નહીં હોવાથી રાહાદરીઓને કુદરતી હાજતે જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ અંગે સ્થાનિક રહિશો દ્વારા વારંવાર નગરપાલિકામાં બોરસદ ચોકડી પાસે શૌચાલય બનાવવાની માંગ કરી છે.પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથીજેન ા કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NNwLjgAA

📲 Get Anand News on Whatsapp 💬