[anand] - ઇસુ જ્ન્મની ઉજવણીની તૈયારીઓનાે પ્રારંભ, આણંદના સેંટ ઝેવિયર્સ દેવાલયમાં રાજરાજેશ્વરનું પર્વ ઉજવાયું

  |   Anandnews

આજે રાજરાજેશ્વરના પર્વની સાથે જ કેથલિક ખ્રિસ્તી બીરાદરોમાં માંગલીક પ્રસંગો ઉજવવાના આજથી બંધ થઇ ગયા છે. હવે સમાજ અને ધર્મસભા ભગવાન ઇસુના જન્મની ઉજવણીની તૈયારીઓમાં લાગી જશે. આજે રવિવારે ગામડી- આણંદ ખાતે આવેલા સેંટ ઝેવીયર્સ દેવાલયમાં ઇસુ રાજાની પર્વની ઉજવણી થઇ હતી. જેમાં સવારે આઠ વાગે વિશાળ સરઘસ પણ નીકળ્યુ હતું. આ સરઘસ દેવાલયથી વિમલ મીરીયમ હાઇસ્કુલ થઇ પુષ્પવિહારથી પરત દેવળમાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ભકિભાવ સાથે તેમાં જાડાયા હતા. આજથી હવે કેથલિક બીરાદરો સહિત ઇસુપંથીઓ પોતાના ઘરે માંગલીક પ્રસંગો યોજશે નહી. હવે તમામ સારા પ્રસંગોની ઉજવણી નાતાલના તહેવારના બીજા દિવસથી શરૂ થશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EbT_gwAA

📲 Get Anand News on Whatsapp 💬