[anand] - યુવતીને મેસેજ કરતાં પિતાએ આપેલી ધમકીથી ગભરાઇ કિશોરે ઘર છોડ્યું

  |   Anandnews

ખંભાતના મેતપુર ગામનો કિશોર એક કિશોરીને મોબાઈલ પર મેસેજ કરતો હોઈ જે બાબતે કિશોરીના પિતાએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કિશોર ગભરાઈને ઘર છોડી ભાગી ગયો હતો.

મેતપુર ગામે રહેતા સરોજબેનનો પુત્ર ઉત્સવકુમાર ઉર્ફે મેહુલ મેતપુરની ખાનગી હાઇસ્કુલમાં ધો. 10માં અભ્યાસ કરે છે. ગત 20મી નવેમ્બરના રોજ તે ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. દરમિયાન, ચિંતાતુર પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. દરમિયાન, તેની માતાએ તપાસ કરતાં તેમને કિશોરના મિત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે, તેમનો પુત્ર ઉત્સવ ઉર્ફે મેહુલ એક કિશોરીને તેના મોબાઈલ ફોન પર મેસેજ કરતો હતો. જે બાબતે કિશોરીના પિતાએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે ડરીને તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આ મામલે મહિલાએ ખંભાત પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ નોંધી ભાળ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OxHRagAA

📲 Get Anand News on Whatsapp 💬