[bhavnagar] - ગુંદાળા પ્રા.શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

  |   Bhavnagarnews

સિહોર બ્યુરો ¿ સિહોર તાલુકાની ગુંદાળા (ટાણા) પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે દાતા ભીખાભાઇ રત્નાભાઇ ઘોરી દ્વારા મહેમાનો, દાતાઓ, તેજસ્વી વિધાર્થીઓ અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આંગણવાડીના તમામ બાળકોને ઇનામ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વેળા શાળાનો પ્રાર્થનાખંડ, વિલેજ ગેટ તેમજ પંખીઘરનું દાતા અને મહેમાનો દ્વારા લોકાર્પણ કરાયું હતું. ગામના દાતાઓ દ્વારા પ્રાથમિક શાળા માટે સાઉન્ડ સિસ્ટમ, ફિલ્ટર પ્લાન્ટ, ડ્રમ સેટ તેમજ 19 પંખા ભેટ આપવામાં આવેલ.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગૌરીબેન સોંડાગર (સરપંચ),આશાબેન વઘાસિયા(તા.પંચા. સદસ્ય), ગામના અગ્રણી બાબુભાઇ વઘાસિયા, ભીખાભાઇ લાઠિયા (ઉપસરપંચ),યુવાનો, શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jmYy8QAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬