[bhavnagar] - વલભીપુર તા.ના પાટણા ગામે અપાતું પાણી પીવાલાયક નથી

  |   Bhavnagarnews

વલભીપુર બ્યુરો | 25 નવેમ્બર

વલભીપુર તાલુકાનું સૌથી મોટા ગામ તરીકે જેની ગણના થાય છે તેવા પાટણા ગામમાં પીવાનાં પાણીનો કાળો કકળાટ રોજિંદો થઈ ગયો હોય ગામમાં મહિ પરિએજની યોજનાનું પાણી અપાય તેવી માંગ ઉઠી છે.

પાટણા ગામને હાલમાં માલપરા પાણી પુરવઠા હેઠળ પાઇપ લાઇનથી પાણી આપવામાં આવે છે. માલપરા ગામ પાટણા થી 5 કિ.મી.દુર આવેલ છે. અને વળી આ પાઇપ લાઇન ખેતરોમાંથી પસાર થતી હોય તેવામાં ખેડુતોને પાક માટે પુરતુ પાણી ન મળતુ હોવાથી પસાર થતી પાઇપ લાઇનમાં ભંગાણ કરીને ખેતરોમાં પાકને પિયત કરે છે આ ઉપરાંત માલપરાથી આવતુ પાણી પીવા લાયક નથી કારણ કે, અમુક સયમ દરમ્યાન ખારૂ થઇ જાય છે. ગામને વર્ષોથી માલપરાથી કુવાનું પાણી આપવામાં આવે છે તેથી પણ ઘણીવાર પીવાલાયક રહેતુ નથી. આ કારણોસર હાલમાં ગામમાંથી પાણી વેરો ઘણાં લોકો પંચાયતને ભરવાનું બંધ કરી દીધેલ છે. કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાટણા નજીક થી હાઇવે પસાર થાય છે અને આ હાઇવે નજીકથી મહી પરીએજ યોજનાની મોટી પાઇપ લાઇન પસાર થાય છે માટે જો આ પસાર થતી પાઇપ લાઇનમાંથી સીધુ જોડાણ કરી લોકસભાની ચુંટણી આવે તે પહેલા પાટણા ગામને પાણી પુરૂ પાડવા માટે સહકાર અગ્રણી નરશીભાઇ ગાબાણી દ્વારા સરકારનાં પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલને લેખીત રજૂઆત કરાઈ છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CSswoQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬