[gujarat] - અડાજણ: 9 વર્ષની માસૂમ કિશોરીની રહસ્યમય રીતે ફાંસો ખાધેલી લાશ મળતા ચકચાર

  |   Gujaratnews

અડાજણ, ભૂલકાભવન સ્કૂલ નજીક આવેલા અક્ષરજ્યોત એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે નવ વર્ષીય કિશોરીની રહસ્યમય રીતે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. માસૂમ પુત્રીના અકાળે મોતને પગલે પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયું છે. બીજી બાજુ સિવિલ ખાતે પોલીસે કરાવેલા પોસ્ટમોર્ટમમાં પણ કાંઈ શંકાસ્પદ જણાઈ આવ્યું નથી, ત્યારે કિશોરીનું ફાંસો લાગવાથી થયેલા મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની વનરાજસિંહ લકુમ પત્ની અને બે બાળકો સાથે અડાજણ, ભૂલકાભવન સ્કૂલ નજીક આવેલા અક્ષરજ્યોત એપાર્ટમેન્ટમાં રહે છે. દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા વનરાજસિંહને સંતાનમાં પુત્રી જ્હાનવી (ઉં.વ. 9) અને બે વર્ષનો પુત્ર છે. ગઈકાલે સાંજે તેમની પત્ની બજારમાં સ્કૂલબેગ, શાકભાજી સહિતની ખરીદી કરવા ગઈ હતી. ત્યારબાદ સાંજે પાંચેક વાગે ઘરે પરત ફર્યા હતા. તે સમયે ઘરે રોકાયેલી જ્હાનવી એ અંદરથી બંધ કરેલો દરવાજો ખોલ્યો નહોતો. જેને પગલે તેઓ પડોશીઓની મદદથી દરવાજાની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા જ્હાનવી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી....

ફોટો - http://v.duta.us/Q81cTwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NKKvvAAA

📲 Get gujaratnews on Whatsapp 💬