[gujarat] - અમદાવાદમાં ફરી સર્જાયો લઠ્ઠાકાંડ? આજે 4 લોકોના ધડાધડ શંકાસ્પદ મોત

  |   Gujaratnews

અમદાવાદમાં હજુ તો ગયા અઠવાડિયે જ વટવા વિસ્તારમાં બે લોકોના તાડી પીધા બાદ શંકાસ્પદ મોત થયાની વાત સામે આવી હતી. ત્યાં આજે ફરી એક વખત વસ્ત્રાલમાં ચાર લોકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે દેશી દારૂ પીવાના લીધે આ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાય તેવી શકયતા છે. બીજીબાજુ સ્થાનિકોનું કહેવું છે કે દારૂ અને તાડી મિક્સ કરીને પીવાથી આ લોકોના મોત થયા છે. એમ પણ કહેવાય છે કે એક યુવાને દારૂ નહીં મળતાં નશાની ગોળી ખાતા મોત થયાની આશંકા છે. જેમાંથી એક યુવાનનો અંતિમ સંસ્કાર પણ કરી દેવાયો છે....

ફોટો - http://v.duta.us/NeeumAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/__unAgAA

📲 Get gujaratnews on Whatsapp 💬