[gujarat] - આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પછાડ્યા, આમ જનતાને જોરદાર લાભ

  |   Gujaratnews

આયુષમાન ભારત વડા પ્રધાન જન આરોગ્ય લોન્ચ થયાના બે મહિનાની અંદર આ મહત્ત્વની આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત ટોચનાં સ્થાને છે. 23 નવેમ્બર, 2018 સુધીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ યોજનાના અમલીકરણમાં વડા પ્રધાન મોદીનું ગૃહ રાજ્ય આ યોજના હેઠળ અંદાજે 26 ટકા પ્રવેશ અપાવી ચૂક્યું છે. 23 ડિસેમ્બરના રોજ લોન્ચ થયેલી આ યોજના દશ કરોડ ગરીબ પરિવારો માટે પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વીમા કવરેજનું વચન આપે છે.

નેશનલ હેલ્થ એજન્સીના અહેવાલ મુજબ યોજનાના આરંભથી અત્યારસુધીમાં 3.4 ટકા કુટુંબો તેનો લાભ મેળવી ચૂક્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ આ યોજના હેઠળ અત્યારસુધીમાં 400 કરોડ રૂપિયા ખર્ચ થયાનો દાવો કર્યો હતો. આ યોજના માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા 350 કરોડ અપાઈ ચૂક્યા છે. નાણામંત્રાલયે બાકીના નાણાકીય વર્ષમાં આ યોજનાના નિર્વહન માટે વધારાના રૂપિયા 2,000 કરોડ આપવા જણાવ્યું છે....

ફોટો - http://v.duta.us/L60FrgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IOt_PwAA

📲 Get gujaratnews on Whatsapp 💬