[gujarat] - ‘વિશ્વ માલધારી દિવસે’ જ માલધારીઓએ રાખી 7 માંગણીઓ

  |   Gujaratnews

સુરેન્દ્રનગર શહેરમાં આજે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી વિકાસ સંગઠન દ્રારા એક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામા માલધારી સમાજના જિલ્લા ભરમાથી લોકો જોડાયા હતા. માર્કેટિંગ યાર્ડથી કલેકટર કચેરી સુધી ભવ્ય બાઇક રેલી યોજવામા આવી હતી. વિવિધ 7 માંગણીઓ સાથે કલેકટરને આવેદન આપવામા આવ્યુ હતુ. માલધારીઓએ ચિમકી આપી હતી કે, જો તેમની માંગોને ત્રણ દિવસમાં પૂરી કરવામા આવશે નહી તો જિલ્લાભરના માલધારીઓ પોતાના પશુઓને લઈને ક્લેકટર કચેરીએ પહોંચશે.

સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 26 નવેમ્બર વિશ્વ માલધારી દિવસે માલધારીઓ એકઠા થયા હતા. આ સંગઠન ગુજરાતના 18 જિલ્લાના 80 તાલુકામા કાર્યરત છે. જેમા તાલુકા જિલ્લા અને રાજય લેવલની કારોબારી સહિત 55000 હજાર સભ્યો જોડાયેલા છે. આજે આ રેલીમા 300થી વધુ માલધારીઓ જોડાયા હતા....

ફોટો - http://v.duta.us/wYztTgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VQqkbwAA

📲 Get gujaratnews on Whatsapp 💬