[gujarat] - સુરતના આગામ માર્કેટમાં લાગી આગ, દસથી વધુ લોકો ફસાયા

  |   Gujaratnews

સુરતના આગામ વિસ્તાર માર્કેટમાં આગ લાગી છે. આ માર્કેટ સુરતનો વીઆઈપી વેસુ રોડ પર આવેલ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આગમાં આઠથી દસ લોકો ફસાયા છે, તેમને નિકાળવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. ઘટના સ્થળ પર પોલીસ સહિત મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ગયા છે. તે ઉપરાંત ઘટના સ્થળે 108ને પણ બોલાવી લેવામા આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિત હોસ્પિટલ ખસેડવા માટેની પણ 108 સહિત તમામ સુવિધાઓ ઉભી કરી દેવામા આવી છે.

મળી રહેલા સમાચાર અનુસાર, સદ્દનશીબે સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, બ્રિગેડ આગના કારણે મોટા પાયે નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.

ફોટો - http://v.duta.us/step9AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/15zS0gAA

📲 Get gujaratnews on Whatsapp 💬