[gujarat] - હેલ્મેટના નામે રોકડી કરવા ધાર્મિક સ્થળો, સ્કૂલો પોલીસના નિશાના પર, વાહનચાલક ત્રાહિમામ

  |   Gujaratnews

। અમદાવાદ ।

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું કામ કરવાના બદલે લોકોને દંડવાનું કામ વધુ કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે રોડ ઉપર આડેધડ પાર્ક થતા વાહનો સામે લાલ આંખ કરી હતી તેની જગ્યાએ ટ્રાફિક પોલીસ છેલ્લા પંદર દિવસથી હેલ્મેટના નામે ટુ વ્હીલર ચાલકો પાસેથી આડેધડ દંડ વસૂલીને આંકડા મોટા બતાવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલક પાસેથી વસૂલવામાં આવતો દંડ ટ્રાફિક નિયમન માટે વાપરવામાં આવતો જ નથી. ખરેખર ટ્રાફિક પોલીસે દંડની રકમ ટ્રાફિકના નિયમન માટે વાપરવાની કાયદામાં જોગવાઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કંપનીઓ પાસેથી સ્પોન્સરશીપ મેળવીને સિગનલો પાસે ઉભા રાખી જેકટો બનાવીને પહેરવામાં આવતા હોય છે. ટ્રાફિક પોલીસે વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા.એટલું જ નહીં ટ્રાફિક પોલીસને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. આ ટાર્ગેટ પુરા કરવા માટે ટ્રાફિક પોલીસ હવે ગલીઓમાં ઉભા રહીને પસાર થતા ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલી રહી છે....

ફોટો - http://v.duta.us/r6aoMgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rRMyVgAA

📲 Get gujaratnews on Whatsapp 💬