[jamnagar] - વડીલોએ રમતના મેદાન પર દેખાડ્યું જોશ

  |   Jamnagarnews

િસદસરમાં વિજાપુરા વિદ્યાસંકુલમાં તા. 24 અને 25ના 38મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના 23 િજલ્લાઓમાંથી 35 થી 95 વયના 676 ખેલાડી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો અને દોડ, કુદ, ફેંક સહિતની વિવિધ રમતો યોજવામાં આવી હતી.

સિદસરમાં 38મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટિકસ ચેમ્પીનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદી-જુદી રમતોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાના કૌવત દેખાડયા હતાં. કાર્યક્રમનું ઉદ્દઘાટન ટ્રસ્ટના ઉપપ્રમુખ રમણીકભાઇ ભાલોડીયા, સમાજના અગ્રણી મોહનભાઇ વાછાણી, ટ્રસ્ટી મંડળે મશાલ પ્રજવલીત કરી કર્યુ હતું. આ સ્પર્ધામાં આવનર ખેલાડીઓ અગાઉ નેશનલ, ઇન્ટર-નેશનલ કક્ષાએ પોતાનું કૌવત પ્રદર્શિત કરી ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે અને રાજય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલ ખેલાડીઓ તા. 5 થી 10 ફેબ્રુ. 2019માં આંધ્રપ્રદેશ ગુન્તુરમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેશે. સ્પર્ધાને સફળ બનાવવા સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, નિયામક અશ્વિનભાઇ જાવીયા, અાચાર્ય કેવીનભાઇ ફળદુ, રમત-ગમત વિભાગના વડા મૌલિકભાઇ જાવીયા સહિત સ્ટાફ અને પાઠકભાઇ, સીડાભાઇ, નરોડીયાભાઇ સહિત વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/j7vCuwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬