[jamnagar] - શિવણ ક્લાસનો કોર્સ પૂરો કરનાર 15 બહેનોને સર્ટિફિકેટ અપાયા

  |   Jamnagarnews

જામનગરમાં તાજેતરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધરારનગર વિસ્તારમાં વંચિત વિસ્તારની બહેનો માટે ઉપયોગી એવો એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો હેતુ સરકારી યોજનાઓ વિશે જાણકારી તથા માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ આપવાનો અર્થે યાેજાયો હતો. કાર્યક્રમમાં ધરારનગર વિસ્તારના 69 બહેનોએ ઉપસ્થિત રહયા હતાં.

શહેરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ધરારનગર વિસ્તારના બહેનો જોડાયા હતાં. આ ઉપરાંત ટ્રસ્ટ હેઠળ ચાલતા વોકેશનલ ટ્રેનિંગ કલાસ અંતર્ગત શિવણ ક્લાસનો કોર્ષ પૂરો કરનાર 15 બહેનોને સર્ટિફિકેટ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાજલ પંડ્યા તથા ચૈતન્ય ટેલરીંગ કોલેજના સંચાલિકા વ્હીદાબેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કો-ઓર્ડિનેટર શૈલેષ ગાંધીએ જહેમત ઉઠાવી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YVgSOwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬