[kutchh] - ભુજના ડુંગરમાંથી મળ્યુ 7 ઇંચ લાંબુ અને 4 ઇંચ પહોળુ ડાયનાસોર યુગના મહાકાય મગરનું ઇંડુ

  |   Kutchhnews

ભુજઃ કચ્છની સંસ્કૃતિ હજારો નહીં પરંતુ કરોડો વર્ષ જૂની છે. કચ્છની ધરતીમાં અનેક ઇતિહાસ છૂપાયેલા છે. ધોળાવિરા જેવી હડપ્પીય સંસ્કૃતિ મળ્યા બાદ અનેકવાર સંશોધન કરવામાં આવ્યા છે. જેમાં કંઇકને કંઇક પુરાતન કાળનું મળતું આવ્યું છે. થોડા સમય પહેલા જ કચ્છમાંથી પૂંછહીન વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. હવે ભુજના ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂના મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળી આવ્યા છે.

ખાત્રોડના ડુંગરમાંથી મળ્યા 7 ઈંચ લાંબા અને 4 ઈંચ પહોળા ઈંડાનું અશ્મિ

ભુજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી કરોડો વર્ષ જૂના 7 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. અશ્મિમાં સ્પષ્ટ રીતે ઇંડાનું બાહ્ય સખત આવરણ એટલે કે કોચલું અને આંતરિક જરદી જોવા મળે છે. મહાકાય મગરના કરોડો વર્ષ જૂના ઇંડાના અશ્મિને પ્રીઝર્વ કરવામાં આવશે અને તેનો સઘન અભ્યાસ કરવામાં આવશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QBiY7gAA

📲 Get Kutchh News on Whatsapp 💬