[navsari] - આ યુગ હ્રદય પરિવર્તન જીવન પરિવર્તનનો છે

  |   Navsarinews

નવસારી| આપણને પૂર્વગ્રહ, હઠાગ્રહ, દૂરાગ્રહ-સ્વભાવદોષો જ નડે છે. બીજા કોઇ ગ્રહ નડતા નથી. આ યુગ ધર્મ પરિવર્તનનો નહિ કિંતુ હ્રદય પરિવર્તન-જીવન પરિવર્તનનો છે. આપણામાંથી સ્વભાવદોષો રૂપી અસુર દૂર થવો જોઇએ. સ્વભાવ-પ્રકૃતિથી મુક્ત થવા નિત્ય સત્સંગ જરૂરી છે. હિન્દુ સંસ્કૃતિમાં સમયે ઉત્સવો આવે છે જે આપણા જીવનમાં ઉલ્લાસ લાવે છે. આપણા હ્રદયમાં ભગવાન પ્રગટ કરવાના છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પ.પૂ.મહંત સ્વામી મહારાજ પ્રગટ છે. એમનો દ્રઢ આશરો કરીએ અને ભક્તિ કરી અક્ષરધામ પ્રાપ્ત કરીએ.ઉપરોક્ત શબ્દો આનંદ કિશોર સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણિમા સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતાં. પૂ.આનંદકિશોર સ્વામીએ પ્રબોધિની એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા-દેવ દિવાળી ઉત્સવોની ઇતિહાસની ઝાંખી કરાવી હતી. પાતાળમાં બલિરાજાના બંધનમાં રહેલા ભગવાન પરત આવતાં દેવોએ દીવા પ્રગટાવી ઉત્સવ મનાવેલો આથી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. પ્રબોધનથી એકાદશીએ ચાતુર્માસ પૂર્ણ થતાં-સાધના કરનારાઓની સાધના પૂર્ણ થાય છે. મૂળા-મોગરી-રીંગણનો હવેથી ઉપયોગ કરી શકાશે. આજનો દિવસ ભગવાન સ્વામિનારાયણન પિતા ધર્મવિના પણ જન્મ દિવસ છે તથા આજના દિવસે જોતપુરમાં નીલકંઠ વરણીને ગુરૂ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી સહજાનંદ નામ આપેલું અને ધર્મધૂરા-ગાદી સુપ્રદ કરેલી.એ સમયે સહજાનંદ સ્વામીએ ગુરૂ રામાનંદ સ્વામી પાસે હરિભક્તોને અન્ન,વસ્ત્રો મળી રહે તથા હરિભક્તો કોઇપણ રીતે દુ:ખી ન થાય એવા બે વચનો માંગ્યા હતાં.આપણે હ્રદયને શુદ્ધ કરી સાચા-આદર્શ ભક્ત બનવાનું છે. એ વિના ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. આધિ,વ્યાધિ,ઉપાધિ ટળે એટલે આનંદ થાય આપણી ઇન્દ્રિયો બેલગામ છે એને નિયંત્રણમાં રાખવા શક્તિ જોઇએ જે ભગવાનની કૃપાથી જ મળે છે. દરેકમાં દિવ્યભાવ, નિર્દોષ બુદ્ધિ રાખવી.દ્વેષભાવ કોઇના પ્રત્યે પણ ન રાખવો. એ માટે સૌને બુદ્ધિ, બળ અને શક્તિ મળે એવી મહારાજ સ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sMa-8wAA

📲 Get Navsari News on Whatsapp 💬