[navsari] - નવસારીમાં બમ્પ ગયાં પણ ‘પાટિયાં’ યથાવત

  |   Navsarinews

નવસારી શહેરનાં મુખ્ય માર્ગ ઉપર બમ્પ (સ્પીડબ્રેકર) કાઢી નંખાયા છતાં બમ્પ અહેડ (આગળ બંપ છે) નાં બોર્ડ યથાવત રખાતા વાહનચાલકોને ગેરમાર્ગે દોરાઇ રહ્યાં છે. નવસારી શહેરનાં અનેક મુખ્ય માર્ગો આવેલા છે. તેમાનો એક નવસારી-ઇટાળવા માર્ગ પણ છે. આ નવસારી-ઇટાળવા (ગણદેવી) માર્ગ ઉપર આખો દિવસ વાહનોની અવરજવર રહે છે. જેનાં નાના,મોટા, ભારે તમામ પ્રકારનાં વાહનોનો સમાવેશ થાય છે. આ રોડને લાગુ મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તારો, શાળાઓ પણ આવેલી છે. તેથી માર્ગ ઉપર ઠેર ઠેર બમ્પો અકસ્માત નિવારવા મૂકવામાં આવ્યા હતાં. જે જગ્યાએ બમ્પો મૂકાયા છે તેની આગળ વાહન ચાલકોને ચેતવણી આપવા યા જાણકારી આપવા ‘બમ્પ અહેડ’ નાં બોર્ડ મૂકાયા છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે,આ માર્ગ ઉપર પારસી હોસ્પિટલનું તથા તેની નજીકના અનેક બમ્પો કાઢી નાંખવામાં આવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી મુલાકાત વખતે આ બમ્પો કાઢી નંખાયા હતાં. બમ્પ તો દૂર કરાયા પરંતુ આ બમ્પ માટે મૂકાયેલ ‘બમ્પ અહેડ’ નાં બોર્ડ કાઢી નંખાયા ન હતાં અને જેમના તેમ જ રખાયા છે. હજુ પણ આ ‘બમ્પ અહેડ’ નાં બોર્ડ માર્ગ ઉપર જોવા મળી રહ્યાં છે. બોર્ડને પણ દૂર કરવાની તસ્દી હજુ સુધી તંત્રએ લીધી નથી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SNnsNAAA

📲 Get Navsari News on Whatsapp 💬