[navsari] - નવસારી વિજલપોરનો સુનીલ ગાંગાણી બે વર્ષ માટે તડીપાર

  |   Navsarinews

નવસારી | મારામારીના ગુનામાં સંડોવાયેલા સુનીલ ગાંગાણીને બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરાયો છે. એલસીબી નવસારીની યાદીમાં જણાવાયા મુજબ તા.9.3.2018ના રોજ વિજલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી કામ અર્થે ફરજ ઉપર ગયેલ પોલીસ કર્મચારીને તેમની કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ કરી તેની સાથે બોલાચાલી કરી, હુમલો કરનારા સુનીલ શાંતિલાલ ગાંગાણી (ઉ.વ.24) ધંધો મજુરી, રહે. વિજલપોર મારૂતીનગર રામજીપાર્ક સોસાયટી પાછળ, મારામારીના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ છે. જેથી પોલીસ અધિક્ષક નવસારીનાઓની સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર જી. આર. રબારી એલ.સી.બી નવસારીનાઓએ આરોપી વિરૂદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નવસારીનાઓને મોકલી આપી હતી.જે તડીપાર દરખાસ્તને ધ્યાને લઇ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નવસારીનાઓએ ગાંગાણી વિરૂદ્ધ ગુજરાત પોલીસ અધિનીયમ-1951 કલમ 56 (ક) હેઠળ બે વર્ષ માટે સમગ્ર નવસારી જિલ્લો, વલસાડ,તાપી, આહવા-ડાંગ, સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા કેન્દ્રશાસીત પ્રદેશ દમણ વિસ્તારમાંથી તડીપારના હુકમ આધારે બે વર્ષ માટે તડીપાર કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Jx_FGgAA

📲 Get Navsari News on Whatsapp 💬