[navsari] - બામટીમાં ટેમ્પોમાંથી 5.97 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

  |   Navsarinews

વલસાડ LCB ઓફીસમાં હાજર પોલીસને સેલવાસથી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ધરમપુર, બામટી, ખેરગામ રોડ થઇ ખેરગામ તરફ રવાના થયો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. પોલીસે વોચમાં બામટી ગામે આવતા ધરમપુર તરફથી આવી રહેલા બાતમી મુજબના ટેમ્પાના ચાલકે પોલીસ નિહાળી ટેમ્પાને ઉભો રાખી નાશવા જતા પોલીસે દોડી ચાલકને પકડી પાડ્યો હતો. ટેમ્પાની તપાસમાં દારૂની રૂ. 5,97,600, ટેમ્પાની કિંમત રૂપિયા 8 લાખ મોબાઇલ અને રોકડા મળી કુલ રૂપિયા 13,98,600નો મુદ્દામાલ કબજે કરી છીરી, તા.વાપીના ચાલક મદન હરિવંશ પાંડેની અટક કરી હતી. નવસારી, લક્ષ્મી ટોકીઝ પાછળના અઝમુદ્દીન ઉર્ફે બચુ નિઝામુદ્દીન હાફિઝ અને વાપી, ચલાના અજય ગામીતને વોન્ટેડ જાહેર કર્યા હતા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nFmgrgAA

📲 Get Navsari News on Whatsapp 💬