[navsari] - ‘બરાક ઓબામા ગાંધીવિચારોથી પ્રેરિત હતા’

  |   Navsarinews

નવસારી | ગાંધી વિચારોને જીવંત રાખવા 150 વર્ષ પછી પણ આપણે પ્રયાસો કરવા પડે છે તે શરમજનક બાબત છે. વિશ્વના 180 દેશોમાં મહાત્મા ગાંધીના સ્મારકો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાં ગાંધીજી ઉપર આફરીન થઇ ગયેલા હતાં. તેમણે તેમની દીકરીના જન્મ દિવસે મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક ભેટ આપ્યું હતું. ગાંધી મોહનમાંથી મહાત્મા-સામાન્યમાંથી અસામાન્ય કેવી રીતે બન્યા તે સમજ્વા ગાંધીને વાંચવા પડે. ગાંધી સાધક, સિદ્ધ અને સંત હતાં. તેમણે પોતાનાં જીવનને એક પ્રયોગશાળા બનાવી વિચારો-સિદ્ધાંતો આપ્યા હતાં. તેમણે અહિંસક રીતે દેશને આઝાદી અપાવી વિશ્વને નવો રાહ ચિંધ્યો હતો. કોઇપણ પ્રશ્નનું સમાધાન યુદ્ધથી નહીં કિંતુ અહિંસક રીતે જ લાવી શકાય. વિશ્વ શાંતિ માટે ગાંધી વિચાર-ગાંધીના રસ્તના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ઉપરોક્ત શબ્દો અજરાઇ આશ્રમશાળા ખાતે ગાંધી જીવન દર્શન પ્રદર્શન પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતાં યુવા ગાંધી પ્રેમી શ્રી જય આનંદ વશીએ ઉચ્ચાર્યા હતાં. શ્રી જય આનંદ વશીએ ખાદી પહેરી ગાંધીજીના સિદ્ધાંતો મુજબ ન વર્તનારાઓ પ્રત્યે નાખુશી વ્યક્ત કરી હતી. આજે રાજકારણ અને જાહેર જીવનમાં પડેલાઓ જે કૌભાંડો કરે છે. પૈસા કમાય છે.પૈસા કમાવાની હોડ ચાલે છે તેમ જણાવા શ્રી જય આનંદ વશીએ આવા લોકોનો ઉઘડો લીધો હતો. ગાંધીજીએ પોતાના પુત્ર હીરાલાલને શિષ્યવૃત્તિ ન આપી લંડન બેરીસ્ટર થવા ન મોકલેલા તે પ્રસંગ વર્ણવી આજના જાહેર જીવનમાં પડેલાઓ સ્વલાભ માટે જે ગેરરીતી આચરે છે તેની સખત શબ્દોમાં આલોચના કરી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પ્રસંગે દાતાઓએ હરિજનને પ્રવેશ ન આપવાની શરત મૂક્તાં ગાંધીજીએ દાનનો સ્વીકાર કર્યા ન હતો. વિશ્વના ઇતિહાસમાં કેદી ગાંધીજીને જેલર નમસ્કાર કરે, આગળ કેદી અને પાછળ પોલીસ તથા કોર્ટમાં જજ સહિત બધા ઉભા થઇ ગાંધીને માન આપે એવી અજોડ ઘડના કદિ બનશે નહીં. ગાંધીજીએ બધાને બેસવાનું કહી કોર્ટની કાર્યવાહી આગળ ચલાવવા જણાવેલ. ગાંધી જ્યાં જતા ત્યાં લાખો માણસો ઉમટી પડતાં.આજે તો લાખો રૂપિયા ખર્ચીને ભીડ એક્ઠી કરવી પડે છે. ગાંધી સાચા વૈષ્ણવજન અને દિવ્ય પુરૂષ થઇ ગયા હતાં. ગાંધી જીવન દર્શન પ્રદર્શનના આયોજક ભગુભાઇ દરજીએ રાષ્ટ્રીય માહોલ અને ગુજરાતમાં ખાડે ગયેલ શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે ભૂલાયેલા ગાંધી વિચારને મૂર્તિમંત કરવા,ફરીથી પ્રસ્થાપિત કરવા યુવાવર્ગનાં રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતર, દેશ માટેની અસ્મિતા જાગૃત કરવા સંસ્કાર સિંચન ઉપર ભાર મૂક્યો હતો. કલ્યાણજીભાઇ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો અને મંચસ્થ મહાનુભવોનું અભિવાદન કર્યુ હતું. સંદિપ નાયકે મહેમાનો અને યુવા વક્તા જય વશીનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. સંસ્થાના મંત્રી અરવિંદભાઇ નાયકે ઋણ સ્વીકાર કર્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/i4SZVwAA

📲 Get Navsari News on Whatsapp 💬