[palanpur] - પાલનપુરના યુવકે નં.786ની 20 હજારની નોટો ભેગી કરી

  |   Palanpurnews

પાલનપુર | પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં ન્યૂઝ પેપર વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો રાકેશ શર્મા અનોખો શોખ ધરાવે છે. જેને રૂ.1 થી લઇ અને રૂ.2 હજાર સુધીની ચલણી નોટો 786 ના નંબરવાળી એકત્રિત કરી છે. અત્યાર સુધી 20 રૂપિયા હજારની નોટો તે એકત્રિત કરી ચૂક્યો છે. આ યુવકને લિમકા બુકમાં નામ નોંધાવવાની ઇચ્છા છે. જોકે આ યુવક પાસે કોઇ પણ શખ્સ આવી અને 786 નંબર વાળી નોટોના બદલે વધારે રૂપિયા આપે તો પણ આ યુવક આ નોટ કોઇને આપતો નથી અને આમાં પણ પોતે એક શ્રદ્ધા ધરાવે છે અને તેનું કહેવું છે કે આમ તો મુસ્લિમ સમાજના લોકો માટે લક્કી ગણાય છે. પરંતુ આ નોટથી તેને પણ ફાયદો થતો હોવાથી તે આ નોટ કોઇને આપતો નથી. આ નોટ એકત્રિત કરવામાં તેના પરિવારજનો પણ તેને મદદ કરે છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k7CcbgAA

📲 Get Palanpur News on Whatsapp 💬