[palanpur] - પાલનપુરમાં તાજેતરમાં જ નવા હોમગાર્ડની ભરતી કરાઇ હતી. જેમાં 76

  |   Palanpurnews

પાલનપુરમાં તાજેતરમાં જ નવા હોમગાર્ડની ભરતી કરાઇ હતી. જેમાં 76 હોમગાર્ડ લેવાના હતા તેની સામે 2200 જેટલા ઉમેદવારો ભરતીમાં આવ્યા હતા. જોકે ભરતીમાં ગેરરીતિ અચરાઈ હોવાની બૂમરાડો ઉઠી હતી. જેમાં રવિવારે 10 વર્ષથી ફરજ બજાવતા 100 હોમગાર્ડને છૂટા કરી દેવાયા હોવાના આક્ષેપ સાથે આ હોમગાર્ડ રવિવારે કલેકટર કચેરીના ગાર્ડનમાં ભેગા થયા હતા. અને જો ફરજ પર પરત નહીં લેવાય તો કોર્ટ રાહે જવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે કોઇ પણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવાયા હોવાનું જણાવ્યું હતું. નવી ભરતીમાં પણ અધિકારીઓએ વ્હાલા-દવાલાની નીતિ અપનાવી છે. જે અનેક શંકા-કુશંકા ઉપજાવી કાઢે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

આ અંગે એક હોમગાર્ડએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘નવી ભરતી રદ કરો અને વિડિઓગ્રાફી મારફતે કરો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. અને કેટલાયે હોમગાર્ડ એવા છે કે જે માત્ર રજીસ્ટરમાં જ ફરજ બજાવે છે તેવું બતાવાય છે. પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો એ પોતાની ફરજ પર હોતા જ નથી.’

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oCTqJAAA

📲 Get Palanpur News on Whatsapp 💬