[palanpur] - પાલનપુર | ગાંધીનગરના તસ્વીરકાર નિકુંજ વૈશ્યકનો તસ્વીર પ્રદર્શનનો છઠ્ઠો શો

  |   Palanpurnews

પાલનપુર | ગાંધીનગરના તસ્વીરકાર નિકુંજ વૈશ્યકનો તસ્વીર પ્રદર્શનનો છઠ્ઠો શો 16 થી 18 નવેમ્બર દરમ્યાન મંગલમ શૈક્ષણિક સંકુલ, પાલનપુર ખાતે યોજાયો હતો.16 નવેમ્બરે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ ચોરાસીયાએ રિબીન કાપી પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મુક્યું હતું. ત્રણ દિવસ ચાલેલા આ પ્રદર્શનને આજુબાજુના લોકોએ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.પ્રદર્શનમાં 11 જિલ્લાની 45 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેની રાજા હરિશચંદ્રની ચોરી તથા ખેડા જિલ્લાના વસો ગામની દરબાર ગોપાળદાસની હવેલીના ઉત્તમ કારીગરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે તેમ તસ્વીરકારશ્રી નિકુંજ વૈશ્યકે જણાવ્યું હતું. ગુજરાતના પુરાતન વારસાને ભારતના અન્ય રાજયો તેમજ વિદેશમાં ઉજાગર કરવાનું ભવિષ્યનું આયોજન છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/E6gf4wAA

📲 Get Palanpur News on Whatsapp 💬