[palanpur] - સાગ્રોસણાની ટી.ડી શાહ વિદ્યાલયમાં સ્કૂલ બસનું લોકાર્પણ કરાયું

  |   Palanpurnews

પાલનપુરના સાગ્રોસણા ગામમાં સાગ્રોસણા કેળવણી મંડળ સંચાલિત ટી.ડી.શાહ વિદ્યાલયમાં દાતા દ્વારા રૂ. 16.50 લાખના ખર્ચે સ્કુલ બસનું ભેટમાં આપી હતી. કન્યા કેળવણી વધે તે હેતુથી આ સ્કૂલબસ ભેટ અપાઇ હોવાનું દાતાએ જણાવ્યું હતું.

સાગ્રોસણા કેળવણી મંડળ સંચાલિત ટી.ડી.શાહ વિદ્યાલયમાં રવિવારે ટી.ડી. શાહના પરિવારના વિપુલ શાહ તરફથી રૂપિયા 16.50 લાખના ખર્ચે સ્કૂલ બસ લાવી શાળાને ભેટ આપી હતી. આ શાળામાં આજુબાજુના ગાદલવાડા, ભાવિસણા, ગઠામણ ગામથી મોટાભાગના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. જેમને શાળામાં આવવા-જવા માટે કોઇપણ અગવડતા ન પડે, સમય ન બગડે અને શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ જળવાઇ રહે તે માટે આ બસ ભેટ આપવામાં આવી હતી. જો કે આ શાળામાં 65 ટકા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ‘સરકારના બેટી બચાવો-બેટી વધાવો અભિયાનને સાર્થક કરવાના હેતુથી ટ્રસ્ટીએ શાળાને બસ ભેટ આપી છે. જેનું રવિવારે લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને ગામના ગુરુમંદિરની લીલીઝંડી બતાવી સ્કૂલ બસને શરૂ કરવામાં આવી હતી.’

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pKIE3AAA

📲 Get Palanpur News on Whatsapp 💬