[panchmahal] - ગોધરા નગરના ઇન્ડિયન રેડક્રોસ હોલમાં ભવ્ય મુશાયરો યોજાયો

  |   Panchmahalnews

ગોધરા. ગોધરા શહેરના રેડક્રોસ હોલ ખાતે પંચમહાલના કવિ રત્નો દ્વારા નવા વર્ષે’માટીની મહેકનો મુશાયરો’યોજાઈ ગયો.ગુજરાતના મૂર્ધન્ય કવિ વિનોદ ગાંધીના અધ્યક્ષ સ્થાને જેમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત સર્જક ડૉ.રાજેશ વણકર,શયદા એવોર્ડ પુરસ્કૃત કવિ ચંદ્રેશ મકવાણાના અતિથિ પદે યોજાયેલ આ મુશાયરામાં જિલ્લા અને ગુજરાતના 25 સર્વકવિઓ વિનોદ ગાંધી , ચંદ્રેશ મકવાણા, રાજેશ વણકર, રાકેશ સગર, પ્રવીણ ખાંટ, જૈમિન ઠક્કર, મોહસીન મીર, વિનુ બામણીયા, કૌશિક પરમાર, સતિષચૌહાણ, જીગર ઠક્કર, શૈલેશ ચૌહાણ, સંદિપ ભાટીયા, સાકેત દવે, ફિરોઝખાન પઠાણ, કૌશિક પટેલ, દિલીપસિંહ પુવાર, શૈલેશ ચૌધરી,વિજય વણકર, બળદેવસિંહ રાઉલજી, યુસુફખાન પઠાણ, કવિતા શાહ, પ્રિયાંશુ પટેલ, વનરાજ સોલંકી, જીબીશા પરમારે પોતાની કૃતિઓ રજૂ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા કવિઓ ડૉ.રાજેશ વણકર, પ્રવીણ ખાંટ, અને મોહસીન મીરે કર્યું હતું.આમ કાર્યક્રમ ખૂબ સફળ રહયો હતો.મુશાયરામાં અમદવાદ, વડોદરા,મહીસાગર, દાહોદ,અને તિલકવાડાના કવિઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.નગરજનો અને જિલ્લાના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કવિઓને ભરપૂર દાદ આપી મુશાયરાને ખૂબ માણ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OGwBFwAA

📲 Get Panchmahal News on Whatsapp 💬