[panchmahal] - મંગળવારે જાબુઘોડાથી મુખ્યમંત્રી શાળા આરોગ્ય તપાસણીની શરૂઆત કરાવશે

  |   Panchmahalnews

જાંબુઘોડા સીએમ ના આગમન પૂર્વે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહયો છે સીએમ હેલિપેડ થી બાય રોડ કાર માં કાર્યકમ સ્થળ પર જવાના હોયને લઈ ત્રણ રસ્તાથી તાલુકા પંચાયત સુધીના નવીન રોડ એકજ દિવસમાં યુદ્ધના ધોરણે બનાવી દેતા ગામ લોકોમાં ખુશી ની લહેર દોડી ગઈ છે આજે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ એ સીએમનો આરોગ્ય ચકાસણી કાર્યકમ યોજાવાનો છે એ કુમાર શાળા સહિત હેલિપેડની વિઝીટ કરી હતી મકસુદ મલિક

ભાસ્કર ન્યુઝ | ગોધરા

મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જાંબુઘોડા ખાતેથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે સાથે જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણની લોક સુવિધાઓના નવિન બનેલા 472 લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. શિક્ષણ અંતર્ગત અંતરિયાળ વિસ્તારની કન્યાઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વાઘબોડ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નવિન ભવન રૂા. ૧૩૪ લાખના ખર્ચે બનાવવામાં આવ્‍યું છે. જ્યાં ધોરણ ૬ થી ૮ની ૫૦ કન્યાઓને વિનામૂલ્યે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે. જાંબુઘોડા તાલુકાના હિરાપુર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું એક્ષટેન્શન કરવામાં આવ્યું છે. અહીં ધોરણ ૬ થી 8ની 50 કન્યાઓને વિનામૂલ્યે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા મળી રહી છે. ઉપરાંત ધોરણ 9 અને 10ની 50 કન્યાઓને જમવા અને નિવાસની સગવડ માટે રૂા. ૮૩ લાખના ખર્ચે નવિન ભવન બનાવ્યું છે. જેનાથી છેવાડાના આ વિસ્‍તારની અતિપછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માતા કે પિતામાંથી કોઇપણ એક - સિંગલ પેરેન્‍ટ ધરાવતી બાલિકાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ પ્રાપ્ત થશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uqAF7wAA

📲 Get Panchmahal News on Whatsapp 💬