[panchmahal] - વિરપુર તા.ના જોધપુર ગામ પાસે અકસ્માત : એકનંુ મોત

  |   Panchmahalnews

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના જોધપુર ગામ ખાતે ભારે અકસ્માત થતાં ચકચારમચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહેન્દ્ર કંપની ગાડી આજ રોજ સવારે ઠાકોર વિપુલકુમાર ઉમેદસિંહ પોતાના મોટા ભાઈ ને લેવામાટે નુરપુર ચોકડી લેવા જતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે મરણ જનાર ઝાલા દોલાભાઈ કાનાભાઇ પાંસરોડા ગામના વતની ઝાલા દોલાભાઇ મોટરસાઈકલ લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે મહિન્દ્રા કાર લઈ આવી રહેલ વિપુલ ઠાકોર પુર સ્પીડમા આવી રહ્યા હતા.

બાદમાં વિપુલ ઠાકરેની ગાડી નો પાવર સ્ટેરીંગ ગુમાઈ જતા સામે આવી રહેલ ઝાલા દોલાભાઈની બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. તે દરમ્યાન ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાદમાં ૧૦૮ ને ફોન કરીને જાણ કરતા બાયડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલના તબીબો દ્વારા ઝાલા દોલાભાઈને મૃત જાહેર કર્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/l6fW0AAA

📲 Get Panchmahal News on Whatsapp 💬