[patan] - ટ્રેકટર પરથી પડી જતા યુવાનનું સારવાર દરમિયાન મોત

  |   Patannews

કાંકરેજના ખીમાણા ગામનો ખેડૂત શનિવારે હારીજ ખાતે કપાસ વેચી પરત આવી રહ્યા હતા. ત્યારે થરાના ખારીયા ગામ પાસે રોડ પર ઝંપ આવી જતાં રોડ પર પટકાતાં ગંભીર રીતે ઘવાતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામનો ખેડૂત શનિવારે કપાસ વેચવા માટે ટ્રેકટર નંબર જીજે-08-એજે-6136 લઇ હારીજ ખાતે ગયો હતો અને ત્યાં કપાસ વેચી પરત આવી રહ્યો હતો. ત્યારે થરાના ખારીયા ગામ પાસે રોડ પર ઝંપ આવતા ટ્રેકટર પર બેઠેલા કનુજી ફતુજી દરબાર (ઉં.વ.28,રહે.ખીમણા,તા.કાંકરેજ) ટ્રેકટરમાંથી રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેમને થરાથી વધુ સારવાર અર્થે પાટણ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યું થયું હતું.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uqdVEgAA

📲 Get Patan News on Whatsapp 💬