[patan] - સિદ્ધપુરમાં માતૃવંદના, પાટણમાં રાણીની વાવ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

  |   Patannews

પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ અને સિદ્ધપુરમાં માતૃ વંદના ઉત્સવમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

જેમાં 1 ડિસેમ્બરે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે યોજાનાર માતૃવંદના ઉત્સવમાં પ્રથમ દિવસે પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર એન્ડ ગ્રુપ દ્વારા અને શબ્બીર હુસેન સિદ્ધિ એન્ડ ગ્રુપનો સિદી ધમાલ નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જ્યારે બીજા દિવસે ગીતા રબારી અને જીતુભાઈ દ્વારકા વાળા અને સાહિત્યકાર બાબુલ બારોટ ના કાર્યક્રમો યોજાશે.

જ્યારે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ ઉત્સવ પ્રસંગે 4 ડિસેમ્બરે યુનિવર્સિટીના એમ્ફિથિયેટર ખાતે ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથમ દિવસે પ્લેબેક સિંગર �ઓસમાણ મીર એન્ડ ગ્રુપ તેમજ સાહિત્યકાર ચતુર દાન ગઢવી હાસ્ય કલાકાર નટુભાઈ પટેલનો કાર્યક્રમ યોજાશે. જ્યારે બીજા દિવસે બોલિવૂડ સિંગર સંગીતા લાબડીયા લોક ગાયક બ્રીજરાજ લાબડીયા સાહિત્યકાર નવઘણ સિંહ વાઘેલા અને હાસ્ય કલાકાર ભરત રાવલ નો કાર્યક્રમ યોજાશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Vvhb3gAA

📲 Get Patan News on Whatsapp 💬