[porbandar] - 26/11ના હુમલાને 10 વર્ષ પૂર્ણ, પોરબંદરની કુબેર બોટના 6 ખલાસીઓની આતંકીઓએ કરી'તી હત્યા

  |   Porbandarnews

પોરબંદર: પાકિસ્તાનના આતંકવાદીઓ વર્ષ 2008માં ચાંચીયા બનીને અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા અને પોરબંદરની 'કુબેર બોટ' નું અપહરણ કર્યું હતું. કુબેર બોટમાં રહેલ 6 ભારતીય ખલાસીઓને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાં 5 ખલાસીઓને મારી તેઓના મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધા હતા. જ્યારે બોટના ટંડેલને મશીનગનના નાળચે મુંબઈ તરફ બોટ લઈ જવા જણાવાયું હતું. મુંબઈનો કિનારો દેખાતા જ બોટના ટંડેલની ગરદન કાપી બોટના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને દફનાવી દીધો હતો. આ ઘટના બાદ કસાબ સહિત 9 આતંકીઓએ બોટને સમુદ્રકિનારે છોડી સીધો 26/11 ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો.

10 વર્ષે પણ ખલાસીઓનાં પરિવારને પ્રમાણપત્ર ન મળતાં સહાયથી વંચિત

મુંબઈની હોટેલ તાજ, ઓબેરોય અને અનેક રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવી 166 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતીય સૈનિકોએ 26/11થી 29 નવેમ્બરના રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેશન હાથ ધરી 9 આતંકીઓ પૈકી 8ને ઠાર માર્યા હતા અને કસાબને જીવતો દબોચી લીધો હતો. કસાબને દિલ્હીની સ્પેશ્યલ જ્યુડીશ્યલ કસ્ટોડીયલમાં રાખી પૂછપરછ હાથ ધરી હતી અને લાંબા સમય બાદ કસાબે કંઈ રીતે આતંકવાદી હુમલાને અંજામ આપ્યો તેની તમામ વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 26/11 ના આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકારે સહાય આપી હતી અને 600 જેટલા ઈજાગ્રસ્તોને પણ સહાય અપાઈ હતી. પરંતુ આતંકવાદીઓએ બોટનું અપહરણ કરેલ 6 ખલાસીઓ પૈકી ગુજરાતના 4 ખલાસીઓના પરિવારને પ્રમાણપત્ર ન મળતા ગુજરાત સરકારે આજ દિવસ સુધી સહાયથી વંચીત રાખ્યા છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Dpt7agAA

📲 Get Porbandar News on Whatsapp 💬