[rajkot] - રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દર શનિ-રવિ એસટી બસ દોડાવાશે

  |   Rajkotnews

રાજકોટ: તાજેતરમાં નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ સહિત રાજ્યભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ઉમટી રહ્યા છે. દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈને હવે રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દર શનિ-રવિમાં એસ.ટી. બસ દોડાવવાનું આયોજન કરાયું છે.

વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આ નવી બસ સેવા શરૂ કરવાનું આયોજન

વધુમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનની કચેરીના વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એરકન્ડિશન વોલ્વો કોચ મુકવા માટેનું વિચારાધિન છે.

આ માટે મુસાફરો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મગાવવામાં આવ્યા છે. હાલમાં પણ કેવડિયા કોલોની સુધી જતી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ છે. પરંતુ શનિ-રવિમાં વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આ નવી બસ સેવા શરૂ કરવાનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e1Xd6wAA

📲 Get Rajkot News on Whatsapp 💬