[surat] - દીકરી વ્હાલનો દરીયોઃ ડોક્ટરના ઘરે થયો બીજી દીકરીનો જન્મ, વાજતે-ગાજતે લવાઈ ઘરે

  |   Suratnews

સુરતઃ દીકરી વ્હાલનો દરીયો કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. કતારગામમાં રહેતા ડોક્ટરના ઘરે બીજી દીકરીનો જન્મ થયો હતો. જેથી ડોક્ટરના પરિવાર દ્વારા દીકરીને વાજતે-ગાજતે ઘરે લાવવામાં આવી હતી. સોસાયટીના રહિશો પણ દીકરીના ભવ્ય સ્વાગતમાં જોડાયા હતા. અને લગ્ન પ્રસંગ જેવો માહોલ સર્જાયો હતો.

સોસાયટીને રંગોળીથી સજાવવામાં આવી

સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દીકરીઓનો સમાજમાં મોભો વધે તેના માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે, છતાંય કયારેક દીકરીઓની ઉપેક્ષા થતી હોય છે. પરંતુ સુરતના કતારગામમાં રહેતા એક ડોક્ટરના પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતાં પરિવારે વધાવી લીધી અને તેનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સાથો સાથ આજુબાજુના સમાજે પણ દીકરીને ધામધૂમથી વધાવી લીધી હતી. દીકરીનો પરિવાર જે સોસાયટીમાં રહે છે તેને રંગોળીથી સજાવામાં આવ્યો હતો અને ધામધૂમથી વાજતે ગાજતે ઘરે લઇ આવવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TEyE-QAA

📲 Get Surat News on Whatsapp 💬