[surat] - સચિનમાં બાઇકસવાર માતા-પુત્રને કારચાલકે અડફેટમાં લેતાં માતાનું મોત

  |   Suratnews

નવા મકાનની સાફસફાઈ કરી બાઈક પર પરત ફરી રહેલા માતા-પુત્રને કાર ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પુત્રને સામાન્ય ઈજા થઈ હતી.

ઉધના મોરારજી વસાહત ખાતે રહેતા હનુમંત મોરે લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમની પત્ની ગંગુબેન અને પુત્ર દિનેશ ગઈ તા.21મીએ સવારે ગંગાધરા ખાતેના તેમના નવા મકાનને જોવા માટે અને સાફસફાઈ માટે ગયા હતા. ત્યાંથી તેઓ બાઈક પર સુરત પરત ફરતા હતા. ત્યારે કડોદરા પોલીસ સ્ટેશન નજીક ચામુંડા હોટેલ પાસે કોઈક અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા ગંગુબેન ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે દિનેશને સામાન્ય ઈજા થઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા ગંગુબેનને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શનિવારે સાંજે તેમનું મોત નિપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XB4cgAAA

📲 Get Surat News on Whatsapp 💬