[surat] - સૌરાષ્ટ્ર-કચ્છનાં અસરગ્રસ્ત વિસ્તારમાં ગાયોને ઘાસચારો પહોંચાડતા સુરતના યુવાનો

  |   Suratnews

સુરતઃ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશનાં ઘણા વિસ્તારોમાં આ વર્ષે ચોમાસું નબળુ રહ્યું છે. જેને કારણે ઘણા ગામડાઓમાં શિયાળા પહેલા જ નદી, સરોવર અને ડેમ તળીયા ઝાટક થઈ જતાં અત્યારથી જ પાણીની કટોકટી જોવા મળી રહી છે. ત્યારે માનવી સાથે અબોલ, નિસહાય અને નિરાધાર પશુઓને પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. જેને લઈને વરાછાનાં કરૂણા ગૌ સેવક ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનાં લાભાર્થે યોજાયેલ નવરાત્રી મહોત્સવ દરમિયાન થયેલા માતબર ભંડોળમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ગૌ માતા માટે ઘાસચારાનો ધોધ વહાવ્યો છે. લાભ પંચમીનાં મૂહુર્ત સાથે શરૂ થયેલી આ સેવાને લઈને અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા અંદાજે 65 ટન જેટલો મગફળીનું ભુસુ અને જવારનો ઘાસચારો મોકલી અબોલ પશુનો જઠરાગ્ની ઠારી અનોખી સેવા બજાવી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/O2avEwAA

📲 Get Surat News on Whatsapp 💬