[vadodara] - આજવા ગાર્ડન ફાઇબરનાં છોડવા-વૃક્ષોથી રાત્રે પણ ઝગમગશે

  |   Vadodaranews

આ નયનરમ્ય નજારો વિદેશના કોઇ ગાર્ડનનો નહીં પણ વડોદરા નજીકના આજવા ગાર્ડનનો છે. આજવા ગાર્ડનનું બ્યુટિફિકેશન અંતર્ગત લાલ, લીલા, પીળા, આછા ગુલાબી સહિતના વિવિધ રંગોના ફાઇબરના છોડવાઓ પણ રોપવામાં આવશે. ફાઇબર છોડવાઓ અને વૃક્ષોનો એકમિનિ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, જે અહીંથી પસાર થતાં મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં આ ગાર્ડનમાં 50થી વધુ મોટા છોડવાઓ અને કેટલાક મોટા નારિયેળીના આકારના વૃક્ષો પણ મૂકવામાં આવ્યાં છે. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર વી.આર.ચિખલિયાએ જણાવ્યું કે, અાજવા ગાર્ડનમાં રાત્રે પણ મુલાકાતીઓનું આકર્ષણ વધે તે હેતુથી ફાઇબરના પ્લાન્ટ્સ અને વૃક્ષો મૂકવામાં આવ્યાં છે. રાત્રે અા પ્લાન્ટ્સમાં લાઇટિંગ કરવામાં આવશે, જેથી તે ખૂબ જ સુંદર લાગશે. ખાસ કરીને ફુવારાઓની બંને તરફ અને બીજે જરૂરી જણાય તે ભાગમાં મૂકવાનું આયોજન છે.’...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Gm6-hwAA

📲 Get Vadodara News on Whatsapp 💬