[valsad] - આ ગુજરાતી ખેડૂતે ટીશ્યુ કલ્ચર નર્સરીથી કર્યું શેરડીના રોપાનું ઉત્પાદન, છ મહિનામાં કરી 30 લાખની કમાણી

  |   Valsadnews

ધરમપુરઃ ધરમપુરના આંબાતલાટ ગામના પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂતે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે કોકોપીટ આધારીત રોપાની ખેતી થકી રોપાના મજબૂતી સાથે ઝડપી વિકાસની દિશામાં એક ડગલું વધાર્યું છે.

ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ GSFC બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે ટીસ્યુ કલચર શેરડી ખેતીના અપાયેલા લાભના સથવારે આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી લાખો રોપાના ઉત્પાદનની શરૂઆત આંબાતલાટના યુવા આદિવાસી ખેડૂત દીપક વાહુતે ગત વર્ષે કરી હતી.

હાલે ખેડૂતને મળેલા GSFCના 5 લાખ રોપાના ઓર્ડરને લઈ ANRDFTના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ઝડપથી મજબૂત શેરડીના રોપા તૈયાર કરવા 54 ખાના ધરાવતી 10હજાર પ્લાસ્ટિક-ટ્રેમાં કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ ખાતરના સથવારે રોપાના ઉત્પાદનની શરૂઆત કરી છે. દીપક વાહુતે માત્ર 6 મહિનામાં જ ટીશ્યુકલ્ચર શેરડીના રોપા થકી 30 લાખ જેટલી માતબર રકમની આવક મેળવી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/A-Uf8QAA

📲 Get Valsad News on Whatsapp 💬