[ahmedabad] - ધમકી/ ભાજપના પૂર્વ ધારાસભ્યનો કેસ/ એક કરોડ રૂપિયા તૈયાર રાખજો તો કેસ પાછો ખેંચી લઈશું

  |   Ahmedabadnews
  • પૈસા નહીં આપે તો નવા ફોટો વાઇરલ કરીશું

  • પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના પુત્રને અપાઈ ધમકી

અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે નડિયાદની એક મહિલાએ દિલ્લીના ઉત્તર દ્વારકાનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પરત ખેંચવા રૂપિયા એક કરોડની માંગ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને તેમના પુત્રને બાઈક પર આવેલા બે શખસોએ કહ્યું હતું કે, એક કરોડ રૂપિયા તૈયાર રાખજો, કેસ પાછો ખેંચી લઈશું.

અડાલજ પોલીસમાં નોંધાયો ગુનો

બાઈક પર આવેલા બે શખસોએ છબીલ પટેલના પુત્રને ગાંધીનગર હાઈવે પર ખોરજ નર્મદા કેનાલ પાસે રોકી કહ્યું હતું કે 'તને ખબર છે ને કે દિલ્લીમાં તારા બાપનો કેસ ચાલે છે મહિલાવાળો. તારા બાપને કહી દેજે એક કરોડ રૂપિયા તૈયાર રાખે તો અમે કેસ પાછો ખેંચી લઈશું,નહીં તો જુના ફોટો વાઇરલ કર્યા હતા તેવા નવા બીજા ફોટો વાઇરલ કરીશું'. તારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ગાંધીનગર તરફ ફરાર થઈ ગયા હતા. અડાલજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/llJtSAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬