[ahmedabad] - 4 હજાર અમદાવાદીઓની અંગદાનના સમર્થનમાં દોડ, ટાબરિયાંથી લઈ વૃદ્ધો જોડાયા

  |   Ahmedabadnews

અમદાવાદ: આજે શહેરમાં પહેલી વખત અંગદાનની જાગૃતિ માટે શતાયુ- 'ધ ગિફ્ટ ઓફ લાઈફ' સંસ્થા દ્વારા સાબરમતી- રિવરફ્રન્ટ ખાતે દોડ યોજાઈ હતી. આ દોડમાં 4000થી વધુ અમદાવાદીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 1500 અમદાવાદીઓએ 10 કિલોમીટરની દોડમાં, જ્યારે 2500એ 5 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો. આ દોડની ખાસ વાત એ હતી કે દોડવીરો પાસેથી કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી ન હતી. આયોજકોનો એક જ હેતુ હતો કે આ દોડ દોડવીરોમાં અંગદાન કરવાની ભાવના પેદા કરે અને તેઓ અંગદાન કરવા પ્રેરિત થાય.

શતાયુના સીઈઓ ભાવના ચબારીયાએ જણાવ્યું હતું કે "દર વર્ષે પાંચ લાખ લોકો અંગના અભાવે મોતને ભેટે છે. ભારતમાં 2015માં ફક્ત 50000 અંગદાતા હતા જેની સરખામણીએ અત્યારે 15 લાખ અંગદાતા છે. એક અંગદાતા 8 મનુષ્યનો જીવ બચાવે છે. અમે છેલ્લા 10 વર્ષમાં 1 કરોડથી વધુ લોકોને જાગૃત કર્યા છે જેમાંથી 50 હજાર અંગદાતા બન્યા છે. અમને ખાતરી છે કે આ દોડમાં ભાગ લેનાર ઘણા લોકો આવનારા સમયમાં અંગદાતા બનશે અને તે રીતે અમારી આ દોડ સફળ કરશે."...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JfNYLwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬