[jamnagar] - જામનગર જેલમાં રહેલા મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી સલિમ કુતાની તબીયત લથડતા હોસ્પિટલ ખસેડાયો

  |   Jamnagarnews

*કુખ્યાત આરોપી સલીમ કુતાને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો

*જામનગર પોલીસે પૂણેની યરવડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો હતો

જામનગર: જામનગર જિલ્લા જેલમાં રહેલા મુંબઇ બ્લાસ્ટ કેસના કુખ્યાત આરોપી સલીમ કુતાની તબિયત લથડતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. થોડા દિવસ પહેલા જામનગર પોલીસે પૂણેની યરવડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો હતો.

બે દિવસથી તબીયત લથડી હોવાની ફરિયાદ કરી હતી

મુંબઈમાં વર્ષ 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટ પ્રકરણમાં સંડોવાયેલા અને પૂણેની યરવડા જેલમાં રહેલા કુખ્યાત આરોપી સલીમ કુત્તાનો જામનગર પોલીસે થોડા દિવસ પૂર્વે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી જામનગર લાવ્યા હતાં. બાદમાં સલીમ કુતાને કોર્ટમાં રજૂ કરતા અદાલતે જેલ હવાલેનો હુકમ કરતા જામનગર જિલ્લા જેલમાં ધકેલાયો હતો. જામનગર જિલ્લા જેલમાં રહેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પ્રકરણના આરોપી સલીમ કુત્તાને શનિવારે મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસથી તેની તબિયત સારી રહેતી ન હોવાની તેની ફરિયાદના પગલે જેલતંત્રએ આ નિર્ણય લીધો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/obPiOgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬